નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના (Corona Virus)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ઠંડીની ઋતુમાં અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવામાં અનેક રાજ્ય સરકારો ફરીથી એકવાર કરફ્યૂ અને રાત્રિ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  41,322 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 93,51,110 પર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના 4,54,940 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 87,59,969 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 485 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,36,200 પર પહોંચી ગયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube